ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગર્ભવતી હાથણી મૃત્યુ મામલોઃ આરોપી જંગલી પ્રાણીઓના ગેરકાયદેસર માંસ વેચાણમાં પણ સામેલ - ગર્ભવતી હાથણી મૃત્યુ

તાજેતરમાં કેરળમાં ગર્ભવતી હાથણીને ફળમાં ફટાકડા ભરીને ખવડાવીને હત્યા કરવાના મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ કહ્યું છે કે, આ દારુગોળો જંગલી ભૂંડ માટે હતો.

probe-in-death-of-elephant-in-kerala
ગર્ભવતી હાથણી મૃત્યુ મામલો, આરોપીએ કહ્યું ફટાકડા જંગલી ભૂંડ માટે હતા

By

Published : Jun 6, 2020, 7:28 PM IST

પલક્કડ (કેરળ): તાજેતરમાં કેરળમાં ગર્ભવતી હાથણીને ફળમાં ફટાકડા ભરીને ખવડાવીને હત્યા કરવાના મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ કહ્યું છે કે, આ દારુગોળો જંગલી ભૂંડ માટે હતો.

ગર્ભવતી હાથણીના મૃત્યુના કિસ્સામાં, આરોપીએ સ્વીકાર્યું કે તેણે જંગલી ભૂંડ માટે વિસ્ફોટક પદાર્થો ફળમાં રાખ્યા હતા. આરોપીના નિવેદન મુજબ ગર્ભવતી હાથણીનું મોત ફટાકડાથી ભરેલા ફળ ચાવવાના પ્રયાસને કારણે થયું હતું. હાથણીના મૃત્યુના આરોપમાં પોલીસે ચિલ્ક્કલ ઓથુકમપુરમ એસ્ટેટની કોટ્ટોપડમ પંચાયતમાં રબર ટેપીંગના કામદાર વિલ્સનની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી વિલ્સને જણાવ્યું હતું કે, વિસ્ફોટકોથી ભરેલા ફળ ચાવવાનો પ્રયત્ન કરતી વખતે હાથણીનું મોત નીપજ્યું હતું.

પોલીસ પૂછપરછમાં વિલ્સને કહ્યું કે, તેણે જંગલી ભૂંડનો શિકાર કરવા માટે ફળની અંદર ફટાકડા છુપાવ્યા હતા. તપાસમાં એવું પણ બહાર આવ્યું કે વિલ્સન જંગલી પ્રાણીઓના ગેરકાયદેસર માંસ વેચાણમાં પણ સામેલ હતો. આ એસ્ટેટ જેમાં વિલ્સન કામ કરે છે તેનો માલિક, અબ્દુલ કરીમ અને તેનો પુત્ર રિયાસુદ્દીન પણ આ કેસમાં આરોપી છે. આ બંને આરોપીની શોધ ચાલુ છે. વિલ્સન વિરુદ્ધ વન અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ વિસ્ફોટકોના ગેરકાયદેસર કબજા માટે કેસ નોંધવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details