પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટે લખનઉમાં CAA વિરોધ દરમિયાન ઝડપાયેલા આરોપીઓના ફોટો સાથેના પોસ્ટરને લઈ ઘટનાને ગંભીરતાથી લીધી છે. આ મામલે ચીફ જસ્ટિસ ગોવિંદ માથુર અને જસ્ટિસ રમેશ સિન્હાની બેંચે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ મામલે સુનાવણી દરમિયાન અદાલતમાં સરકારી વકીલને બાદ કરતા અન્ય કોઈ વ્યક્તિ ઉપસ્થિત રહ્યું ન હતું.
ઉત્તર પ્રદેશ હિંસા: સાર્વજનિક પોસ્ટર મામલે સુનાવણી પૂરી, હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો - ચીફ જસ્ટિસ ગોવિંદ માથુર
અલ્હાબાદ હાઈકોર્ટ લખનઉમાં CAAના વિરોધ દરમિયાન હિંસક મામલે ઝડપાયેલા આરોપીઓના ફોટો, પોસ્ટર રસ્તા પર લગાડી ઘટનાને ગંભીરતાથી લીધી છે. જેમાં ચીફ જસ્ટિસ ગોવિંદ માથુર અને જસ્ટિસ રમેશ સિંહાની બેંચે રિવાવારના રોજ સમગ્ર મામલે સુનાવણી કરી અને નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. પોસ્ટર લગાવવાને લઈ કોંગ્રેસ મહાસચિવ પ્રયિંકા ગાંધીએ યોગી સરકાર પર નિશાન સાધ્યું છે.
પોસ્ટર લગાવવાને લઈ પ્રિયંકા ગાંધીએ યૂપીની ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે. પ્રિયંકાએ કહ્યું કે, સરકાર અને અધિકારી પોતાને સંવિધાનથી વધુ સમજવા લાગ્યા છે.હાઈકોર્ટે કહ્યું કે, પબ્લિક પ્લેસ પર સંબંધિત વ્યકિતની પરવાનગી વગર તેમનો ફોટો કે પોસ્ટર લગાવવું તે ખોટું છે અને આ રાઈટ ટૂ પ્રાઈવસીનું ઉલ્લંધન છે.
પ્રિયંકા ગાંધીએ તેમના ટ્વિટર પર લખ્યું કે, યૂપીની ભાજપ સરકારનું વલણ એવું છે કે, સરકારના પગલા પર ચાલનારી બાબાસાહેબ આંબેડકર દ્રારા બનાવેલા સંવિધાનથી ઉપર સમજવા લાગ્યા છે. હાઈકોર્ટ સરકારે કહ્યું કે, તમે સંવિધાનથી ઉપર નથી.