ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લખનઉ પોલીસે ગળુ પકળ્યાંનો પ્રિયંકા ગાંધીએ કર્યો આક્ષેપ

લખનઉઃ 'સંવિધાન બચાઓ, ભારત બચાવો' રેલીમાં જઈ રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને લખનઉ પોલીસે રોક્યા છે. જેથી તેઓ ગાડીમાંથી ઉતરી ચાલતા જ ગયા હતા. આ સમયે લખનઉ પોલીસના મહિલા અધિકારીએ તેમનુ ગળુ પકડ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ કોંગ્રેસ મહાસચિવે કર્યો છે. પ્રિયંકા ગાંધીને આ રેલીમાં જવાની મંજૂરી નહોતી અપાઈ. આ સાથે જ તેઓ લખનઉ હિંસાના આરોપી સદફ જાફરના ઘરે જઈ રહ્યાં હતા.

By

Published : Dec 28, 2019, 7:40 PM IST

priyanka-ghandhi-on-up-police
priyanka-ghandhi-on-up-police

અચાનક કોંગ્રેસ કાર્યાલયથી નીકળી પ્રિયંકા ગાંધી લોહિયા ચાર રસ્તાથી પગપાળા રેલી કરવા લાગ્યા હતા. પોલીસ દ્વારા તેમને રોકવામાં આવતા પોલીસે તેમને રોકવાનો અધિકાર નથી, તેમ કહી પ્રિયંકા ગાંધી આગળ ચાલવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ શાંતિપૂર્ણ રીતે જવા ઈચ્છે છે.

આ સમયે તેમની સાથે પૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદ, જિતિન પ્રસા, પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ, વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારી સહિત કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ ચાલીને રેલી કરી રહ્યાં હતા.

પ્રિયંકા ગાંધીએ યુપી સરકાર પર સૌથી મોટો આક્ષેપ કરતાં કહ્યું કે, મહિલા પોલીસ અધિકારી દ્વારા મારી સાથે અસભ્ય વર્તન કરાયું. પોલીસ અધિકારી દ્વારા તેમનું ગળુ દબાવાયું હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો.

ABOUT THE AUTHOR

...view details