દહેરાદૂન : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરાખંડ સરકાર અને ભાજપને આડે હાથ લીધુ છે. તેમણે કહ્યું કે, ભાજપ હવે બંધારણ અને બાબા સાહેબે આપેલા અધિકારને છીનવી લેવા માંગે છે.
'ભાજપ બંધારણ અને અનામતના અધિકારને છીનવી લેવા માંગે છે': પ્રિયંકા ગાંધી - uttarakhand news
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ સામે બાંયો ચઢાવી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપની અનામત છીનવી લેવાની રીતને સમજો. RSSના લોકો સતત અનામત વિરૂદ્ધ નિવેદનો આપી રહ્યાં છે અને ઉત્તરાખંડની ભાજપ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરે છે કે, અનામતના મૌલિક અધિકારની હટાવવામાં આવે.
બંધારણ અને અનામતના અધિકારને છીનવી લેવા માંગે છે ભાજપ : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે પણ અનામતના નિયમોમાં ફેરફાર શરૂ કરી દીધાં છે. ભાજપે પહેલાં દલિત આદિવાસીઓ પર થતાં અત્યાચારો સામેના કાયદાને નબળો બનાવવાના પ્રયત્નો કર્યા. હવે બંધારણ અને બાબા સાહેબે આપેલા અધિકારને નબળા કરી રહી છે.