વારાણસી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસી પહોંચ્યા છે, અહીં તે લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર ઉતરી હતી.
પ્રિયંકા ગાંધી વાડ્રા વારાણસી પહોંચ્યા, ગુરુ રવિદાસના જન્મસ્થાને જશે - sant ravidas birthday
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પહોંચ્યાં છે, જ્યાં તેઓ સંત રવિદાસના જન્મોત્સવના કાર્યક્રમમં ભાગ લેશે. આ સાથે જ કોંગ્રેસ કાર્યકરો તેમજ ત્યાંના લોકોને પણ મળશે.
તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ગુરુ રવિદાસ જન્માસ્થાન મંદિરના કાર્યક્રમમાં ભાગ લેવા માટે સીર ગોવર્ધનપુર પહોંચ્યા છે. પાર્ટીના સૂત્રોના અનુસાર, પ્રિયંકા લાંબા સમયથી સંત રવિદાસના જન્મસ્થળને શ્રદ્ધાંજલિ આપવા માંગતા હતા.
રવિદાસ મંદિરની મૂલાકાત લીધા બાદ સત્સંગમાં જોડાશે. પ્રિયંકા ગાંધી વાડ્રાની PM મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીની આ બીજી મુલાકાત છે. કોંગ્રેસના ઉત્તર પ્રદેશ એકમ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ કહ્યું હતું કે, સમાનતા અને ભાઈચારા પર આધારિત સમાજની સ્થાપના માટે સંત રવિદાસની શિક્ષા આજે પણ સુસંગત છે.