ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વાડ્રાના ED પર પ્રિયંકા બોલી, યે સબ ચીજે ચલતી રહેંગી - MEDIA

ન્યુઝ ડેસ્ક: પ્રિયંકા ગાંધી વાડ્રાએ લખનઉમાં આયોજન કરેલી બેઠકમાં ભાગ લીધો હતો. તેના પછી તે ફરી દિલ્લી રવાના થઇ ગયા હતાં. તે સમયે પ્રિયંકાએ વાડ્રા સાથે થઇ રહેલી EDની પૂછપરછ પર કહ્યું કે આ બધુ ચાલતુ રહે.

સ્પોટ ફોટો

By

Published : Feb 13, 2019, 2:32 PM IST

મીડિયાએ રોબર્ટ વાડ્રાની ચાલી રહેલી EDની પૂછપરછ વિશે પ્રિયંકાની પ્રતિક્રિયા પૂછવામાં આવી હતી. તેના પર પ્રિયંકાએ જણાવ્યું કે આ બધુ તો ચાલતુ જ રહેશે, હું મારૂ કામ કરી રહી છું. જ્યારે મીડિયાએ આગળ પુછ્યું કે વાડ્રા સાથે થઇ રહેલી EDની પૂછપરછ તેના પર પ્રભાવ પડે છે, તો પણ તેનો જવાબ તે જ હતો, "યે ચીજે ચલતી રહેંગી, યે ચીજે ચલતી રહેંગી."

તે ઉપરાંત કોંગ્રેસમાં તેના કાર્યભાર પર તેઓએ પ્રતિકિયા આપી હતી. તેઓએ કહ્યું હતું કે સંસ્થા પાસેથી ધણું શીખી રહી છું. હું કોંગ્રેસી કાર્યકર્તાઓ પાસેથી 2019ની ચુંટણી પર તેની પ્રતિક્રિયા અને તેના વિચારો જાણવાનો પ્રયાસ કરી રહી છું. હું તેની પાસેથી જાણી રહી છું કે તેની નજરમાં કેવી રીતે આ ચૂંટણી લડવી જોઇએ.

ABOUT THE AUTHOR

...view details