ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉત્તરપ્રદેશ: પરપ્રાંતિય મજૂરોને ઘરે પરત મોકલવા પ્રિયંકાએ સીએમ યોગીને કરી અપીલ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોરોના સંકટ પરના લોકડાઉનને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને અપીલ કરી છે. પ્રિયંકાએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, "આ કામદારો આપણા પોતાના છે, તેમને મદદ કરવી એ આપણી જવાબદારી છે. આપણે તેમને આ રીતે છોડી શકીએ નહીં.

ઉત્તરપ્રદેશ: પરપ્રાંતિય મજૂરોને ઘરે પરત ફરવા પર પ્રિયંકાએ સીએમ યોગીને કરી અપીલ
ઉત્તરપ્રદેશ: પરપ્રાંતિય મજૂરોને ઘરે પરત ફરવા પર પ્રિયંકાએ સીએમ યોગીને કરી અપીલ

By

Published : Apr 19, 2020, 4:36 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોરોના સંકટ પરના લોકડાઉનને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને અપીલ કરી છે. પ્રિયંકાએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, "આ કામદારો આપણા પોતાના છે, તેમને મદદ કરવી એ આપણી જવાબદારી છે. આપણે તેમને આ રીતે છોડી શકીએ નહીં.

આ પરપ્રાંતિય મજૂરોની દુર્દશા વિશે સમજાવતી વખતે કોંગ્રેસના નેતા પણ તેમના વીડિયો સંદેશમાં ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, "ઘણા દિવસોથી, હું યુપીના સ્થળાંતર મજૂરો સાથે વાત કરું છું જેઓ રાજસ્થાન, દિલ્હી, સુરત, ઈન્દોર, ભોપાલ, મુંબઇ સહિત વિવિધ વિસ્તારોમાં ફસાયેલા છે. તેઓ આ શહેરોમાં પૈસા કમાવવા માટે આવ્યા હતા, મજૂરી કામથી આવ્યા હતા, પરંતુ લોકડાઉનને કારણે, તેમના કામના સ્થળો બંધ થઈ ગયા, તેઓ અટવાઈ ગયા, અને હવે તેમનું રાશન પણ ખતમ થઇ ગયું છે. "

તેમણે વધુમાં ઉમેર્યું કે, "ઘણી જગ્યાએ 6--8 લોકો એક જ રૂમમાં બંધ છે, તેઓ બહાર જઇ શકતા નથી. તેમની પાસે ખાવવા માટે પૂરતું રાશન નથી. તેઓ એટલા ગભરાઈ ગયા છે કે તેઓ ફક્ત ઘરે જવાની ઇચ્છા રાખે છે. અમે તે માટે તેમને દોષી ઠેરવી શકતા નથી, આપણે તેમની સમસ્યાઓનું સમાધાન શોધવાની જરૂર છે. "

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સ્થળાંતરીત મજૂરોની જવાબદારી યુપી સરકારની છે, પછી ભલે તે કયા ક્ષેત્ર અથવા રાજ્યમાં ફસાયેલા હોય. "અમે તેમને આમ ન છોડી શકીએ," તેમણે યોગી સરકારને વિનંતી કરી.

પ્રિયંકા ગાંધીએ યુપી સરકારને અપીલ કરી હતી કે હજારો લોકોનો ફસાયેલા છે તેમના માટે કંટ્રોલરૂમ અને હેલ્પલાઈન નંબર શરૂ કરો, જ્યાં આ સ્થળાંતર કામદારો સમસ્યાઓ વિશે સમજાવી શકે, જેથી રાજ્ય સરકારો તેમની મદદ કરી શકે.

તેમણે વધુમાં ઉમેર્યું, "તેમની સમસ્યાઓના નિરાકરણ માટે, તેમને પાછા તેમના સંબંધિત જિલ્લામાં લઈ જવાની યોજના બનાવવી જોઈએ. અમે તેમને આ રીતે છોડી શકતા નથી. હું યુપી સરકારને અપીલ કરી છું કે તેઓ આ સ્થળાંતર કામદારોની મદદ કરે."

ABOUT THE AUTHOR

...view details