તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ટીવી બતાવી રહ્યું છે કે ભાજપ કર્ણાટકની રમતને પુનરાવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, શું આપણે જનાદેશના ખુલ્લા અપહરણના તબક્કમાં પહોંચી ગયા છીએ?"
શું ભાજપ જનાદેશનું અપહરણ કરી રહ્યુ છે? પ્રિયંકાનો ભાજપને સણસણતો સવાલ - પ્રિયંકા ગાંધી ન્યુઝ
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર મહારાષ્ટ્રમાં ખેડૂતોને મહત્વ ન આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપ રાજ્યમાં સંસ્થાઓ અને બંધારણની અવગણના કરી રહ્યું છે. તેમણે સવાલ કર્યો કે શું ભાજપ જનાદેશનું અપહરણ કરી રહ્યો છે? તેમણે હિન્દીમાં એક ટ્વિટમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં 12,000 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી અને ભાજપ સરકારે તેમને મદદ કરી ન હતી.
priyanka
શનિવારે નાટકીય ઘટનાક્રમ અનુસાર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યાિરીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા અજિત પવારને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા.
વળી, સરકાર બનાવવાની યોજના બનાવી રહી ત્રણ પાર્ટીઓ શિવસેના , કોંગ્રેસ અને રાકાંપા એ સરકારની રચનાને પડકાર આપ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.