ગુજરાત

gujarat

ETV Bharat / bharat

#SareeTwitterમાં સામેલ થઈ પ્રિયંકા ગાંધી, પ્રશંસકોએ શુભકામનાનો વરસાદ વરસાવ્યો -

ન્યૂઝ ડેસ્ક: હાલમાં ટ્વીટર પર થોડા દિવસથી ટ્વીટર પર વાયરલ થયેલા હૈશટૈગ સાડી ટ્વીટરે બુધવારના રોજ વધારે ફેલાયું હતું કારણ કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાના લગ્નની સાડીમાં પાડેલા એક ફોટો ટ્વીટર પર શેયર કર્યો હતો.

twitter

By

Published : Jul 17, 2019, 6:40 PM IST

પ્રિયંકાએ જેવી આ તસ્વીર મુકી કે, તુરંત જ થોડા સમયમાં જ 10 હજારથી પણ વધુ લોકોએ તેને લાઈક કર્યું હતું. આ તસ્વીરમાં પ્રિયંકા ગાંધી ગુલાબી કલરની સાડીમાં જોવા મળી રહી હતી.

પ્રિયંકા ગાંધીએ આ તસ્વીરના કૈપ્શનમાં લખ્યું હતું કે, મારા લગ્નના દિવસે (22 વર્ષ પહેલા) સવારે પૂજાની તસ્વીર, હૈશટૈગ સાડી ટ્વીટર.

લગ્નની તસ્વીર શેર કરતા લોકોને લાગ્યું કે, લગ્નની વર્ષગાંઠ છે, જેને લઈ લોકોએ તેમને લગ્નની શુભકામનાઓ આપવા લાગ્યા હતાં.

એક યુઝર્સે લખ્યું હતું કે, લગ્નની વર્ષગાંઠ મુબારક પ્રિયંકા ગાંધી, હંમેશા ખુશ રહો.

જો કે, પ્રિયંકાએ તુરંત જ સ્પષ્ટતા કરી કે, લગ્નની વર્ષગાંઠ તો ફેબ્રુઆરીમાં આવે છે, આ તો ફક્ત સાડી હૈશટૈગ ટ્વીટર માટે મુકી છે.

ત્યાર બાદ પ્રિયંકાએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સોમવારે શરૂ થયેલું હૈશટૈગ ટ્વીટર ભારતમાં ભારે ધમાલ મચાવી હતી. જેને લઈ રાજકારણી, અભિનેત્રીઓ તથા પત્રકારો મહિલાએ પોતાની સાડીમાં તસ્વીરો શેર કરી હતી.

ABOUT THE AUTHOR

...view details