પ્રિયંકા આજે યૂપીના પ્રવાસે છે. જેની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. સોમવારે જ યૂપીની કોંગ્રેસ સરકારે આ બાબતની સતાવાર જાણકારી આપી હતી કે, પ્રિયંકા ગાંધી હવે ટ્વિટર પર આવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, તેઓની તુલના મોદી સાથે પણ (ફોલોવર્સને લઈને) થઈ શકે છે. તો આગામી સમયમાં સોશિયલ મીડિયામાં તેમના કેટલા ફોલોવર્સ થશે એ જાણકારીનો વિષય બની રહેશે. એક કલાકમાં તો પ્રિયંકા ગાંધીને લગભગ સાડા ત્રણ હજાર લોકોએ ફોલો કર્યા હતા. જે બાદ તેમના ફોલોવર્સની સંખ્યા સતત વધતી જઈ રહી છે.
ટ્વિટર પર પ્રિયંકા ગાંધીની એન્ટ્રી, જુઓ કોને કરે છે ફોલો.... - twitter
નવી દિલ્હી: માયાવતી બાદ પ્રિયંકા ગાંધી પણ ટ્વિટર પર પહોંચી ગઈ છે. ટ્વિટર પર એકાઉન્ટ ખોલ્યાના પ્રથમ દિવસે જ તેમના ફોલોવર્સની સંખ્યા વધતી જઇ રહી છે. આ રીપોર્ટ બાદ તો આ સંખ્યા 27 હજાર પાર કરી ગઈ હશે. જો કે, અત્યાર સુધીમાં તેઓએ એક પણ ટ્વિટ કર્યું નથી.
હવે વાત ફોલોવર્સની કરવામાં આવે તો પ્રિયંકા ફક્ત 7 લોકોને ફોલો કરી રહી છે. તેમાં રાહુલ ગાંધી અને અહેમદ પટેલનો સમાવેશ થાય છે. ઉતર પ્રદેશમાં તેમના સહયોગી મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા અને રણદીપ સુરજેવાલાને પણ ફોલો કરી રહી છે. રાજનીતિમાં પ્રિયંકાની એન્ટ્રીની માંગ વર્ષોથી લોકો કરી રહ્યા હતી, પરંતુ પ્રિયંકા ફક્ત તેમની માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધીના પ્રચાર માટે અમેઠી અને રાયબરેલીમાં રાજનીતિક સભામાં સામેલ થતી હતી. સોમવારે તેમની પ્રથમ રાજનીતિક સભા છે, કોંગ્રેસના અધિકારીક કાર્યકર્તાની રુપે, કોંગ્રેસના મહાસચિવ રુપે...
કોંગ્રેસ પાર્ટી પ્રિયંકા ગાંધીમાં ઇંદિરા ગાંધીની છબી જુએ છે અને લખનઉના દરેક સ્થળે તેમના બેનર લાગ્યા છે. 'પ્રિયંકા ગાંધી આંધી હે, દૂસરી ઇંદિરા ગાંધી હે', આવા પોસ્ટર શહેર લાગ્યા છે.