નવી દિલ્હીઃ જામિયામાં CAA અને NRCના વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી પર ગોળીબારીની ઘટનાને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી BJPની સરકાર પર ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, BJP સરકારના પ્રધાનો ગોળી મારવા ઉશ્કેરે તો જ આ બધુ શક્ય છે.
જ્યારે ભાજપ સરકારના પ્રધાનો અને નેતા લોકોને ગોળી મારવા ઉશ્કેરણીજનક ભાષણ દેશે, તો આ બધુ શક્ય છે. વડાપ્રધાને જવાબ આપવો જોઈએ, શું તમે આવુ દિલ્હી બનાવવા માગો છો...?
નરેન્દ્ર મોદીને સવાલ કર્યો સવાલ
પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો કે, તમે જણાવો કે તમે કોના પક્ષમાં ઉભા રહેશો, હિંસા સાથે કે અહિંસા સાથે.. ?
ટ્વીટ કરી BJPનો ઉધડો લીધો
પ્રિયંકાએ ગુરૂવારે ટ્વીટર કર્યું હતું. ગોળી ચલાવનાર વ્યક્તિના ફોટા સાથે ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, જ્યારે ભાજપના પ્રધાનો અને નેતાઓ લોકોને ગોળી ચલાવવા માટે પ્રેરશે, ઉશ્કેરણીજનક ભાષણ કરશે, તો આ બધું શક્ય છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરની ચૂંટણી રેલીમાં કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે 'દેશના ગદ્દારોને શૂટ કરો'ના નારા લગાવ્યા હતાં.