રાહુલ ગાંધીનો બચાવ કરતા કહ્યું કે, મે આવી બકવાસ વાત પહેલા ક્યારેય સાંભળી નથી, સમગ્ર દેશ જાણે છે કે, રાહુલ ગાંધી હિન્દુસ્તાની છે. તેમની સામે જ તેમનો જન્મ થયો છે. તેમની સામે જ મોટા થયા છે, શું બકવાસ છે આ બધું.
રાહુલના બચાવમાં પ્રિયંકા ઉતરી, ભાજપના આરોપને બકવાસ ગણાવ્યા - react
નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાના ભાઈ રાહુલ ગાંધીના બચાવમાં ઉતરી આવી છે. તેમણે રાહુલ ગાંધીની નાગરિકતા પર ઉઠી રહેલા સવાલોને બકવાસ ગણાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશ જાણે છે કે રાહુલ ગાંધી હિન્દુસ્તાની છે.
ians
ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ કેન્દ્ર પાસે રાહુલ ગાંધીની નાગરિકતાને લઈ ફરિયાદ કરી છે. જેમાં રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિકતા ધરાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર બાદ ગૃહ મંત્રાલયે પણ નોટિસ ફટકારી રાહુલ ગાંધીને 15 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.