નવી દિલ્હીઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહને લખવામાં આવેલા એક પત્રમાં શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આઈએનએસ વિરાટને બચાવવાની અપિલ કરી છે.
આઈએનએસ વિરાટને બચાવે સરકાર, શિવસેનાના સાંસદનો રક્ષા પ્રધાનને પત્ર - શિવસેનાના સાંસદ
શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ રક્ષા પ્રધાન રાજનાથ સિંહને પત્ર લખ્યો છે. તેમને રક્ષા પ્રધાનને આઈએનએસ વિરાટ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. પ્રિયંકાએ લખ્યું કે નૌસેનાના જહાજ આઇએનએસ વિરાટને બચાવવા માટે તાત્કાલીક રૂપે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવામાં આવે.
શિવસેનાના સાંસદનો રક્ષા પ્રધાનને પત્ર
પ્રિયંકાએ પોતાના પત્રમાં લખ્યું કે, આઈએનએસ વિરાટ ભારત અને દેશની નૌસેનાનો ગૌરવશાળી ભાગ રહ્યો છે અને તેનાથી રાષ્ટ્રભક્તિ, ગર્વ અને ભારતના રાષ્ટ્રવાદની અનુભૂતિ થાય છે.
વધુમાં તેમને લખ્યું કે, આપણા આ સમુદ્ધ ઇતિહારને નષ્ટ કરવાની જગ્યાએ તેને બચાવવો જોઇએ. આઈએનએસ વિરાટને સુરક્ષિત રાખવા માટે તમારી મંજૂરી આપો, જેથી આઈએનએસ વિરાટ સુરક્ષિત થઈ શકે.