- PM મોદી જેસલમેરમાં પહોંચ્યા
- PM મોદીએ જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી
- પીએમ મોદીએ પાકિસ્તાન પર કર્યો વાર
- ભારતના જવાનોની કોઇ બરાબરી નથીઃ મોદી
જૈસલમેરઃ વડા પ્રધાન મોદી રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારતની સેવા અને સુરક્ષામાં 24 કલાક અડગ રહેનારા તમામ વીરોને મારી અને 130 કરોડ દેશવાસીઓ તરફથી દિવાળીની શુભેચ્છા. તમે છો તો દેશ છે, દેશના લોકોની ખુશી છે, દેશનો આ તહેવાર છે તમારા માટે પ્રેમ લઇ આવ્યો છું, આશીર્વાદ લાવ્યો છું. હું આજે તે વીર માતાઓ-બહેનો અને બાળકોને પણ દિવાળીની હાર્દિક શુભેચ્છા આપું છું, તેમના ત્યાગને નમન કરું છું, જેણે પોતાના લોકો સરહદો પર છે.
PM મોદીએ જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી
પીએમ મોદીએ કહ્યું કે, દેશની સરહદ પર જો કોઇ એક પોસ્ટનું નામ દેશના સૌથી વધુ લોકોને યાદ હશે, અનેક પેઢીઓને યાદ રહેશે, એ પોસ્ટનું નનામ લોંગેવાલા પોસ્ટ છે. આ પોસ્ટ પર પોતાના સાથીઓએ શોર્યની એક એવી ગાથા લખી છે, જે આજે પણ દરેક ભારતીયના દિલને જોશથી ભરે છે.