પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પહેલા જ ઉતરી ચૂક્યા છે. ભાજપ અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહ આદિવાસી વિસ્તાર મનિકા અને લોહરદગામાં 21 નવેમ્બરે ચૂંટણીસભા સંબોધિ હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રવિવારે વિશ્રામપુર અને ભવનાથપુર વિધાનસભા મતક્ષેત્રોમાં રેલીઓ યોજી હતી. જ્યારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ છત્તરપુર અને રાંકામાં પણ ચૂંટણી રેલીઓ કરી છે.
ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે બે જનસભા - કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની
ઝારખંડ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અર્થે આજે ઝારખંડમાં સભાઓને સંબોધશે. તેઓ ગુમલા અને પલામૂમાં ભાજપના ઉમેદવારના પક્ષમાં સભા સંબોધિત કરશે. બંને કાર્યક્રમ સ્થળ પર 12થી વધુ એસપી, 60થી વધુ ડીએસપી અને જવાનો તૈનાત કરાયા છે.
etv bharat
ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઝારખંડની ચૂંટણી રેલી કરી હતી. ત્યારે કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભાની સૌ રાહ જોઈ બેઠા છે.
ઝારખંડમાં થનારી ચૂંટણી સભાને લઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નક્સલ પ્રભાવિત જિલ્લા ગુમલા અને પલામુમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. PM મોદી આજે ગુમલા અને પલામુમાં ભાજપના ઉમેદવારોની તરફેણમાં બેઠકને સંબોધન કરશે.
- આજે 10:30 કલાકે ગયા એરપોર્ટ પર પહોચશે, 11 :30 કલાકે ચૂંટણીની સભા સંબોધિત કરશે.
- 12:30 વડાપ્રધાન ડાલટનગંજા થી ગુમલા માટે રવાના થશે.
- 1:15 PM મોદી ઝારખંડના ગુમલા પહોચશે અને ચૂંટણી સભા સંબોધિત કરશે. ગુમલામાં વડાપ્રધાન અંદાજે 1 કલાક રહેશે.
- 2:20 પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુમલા રવાના થશે. 3:05 કલાકે રાંચી એરપોર્ટ પર પહોચશે.અને ઈન્ડિયન એર ફોર્સના વિશેષ વિમાનથી દિલ્લી રવાના થશે.