ગુજરાતીઓનું નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ની શુભ શરૂઆત
નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
ન્યૂઝ ડેસ્ક : નવા વર્ષની ઉજવણીમાં આજે ગુજરાતભરમાં સવારથી જ ફટાકડા ફોડી ઉત્સાહ મનાવવામાં આવી રહ્યો છે. સાથે જ મંદિરોમાં પણ નવા વર્ષ મોટી સંખ્યામાં લોકો ઊમટી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ટ્વિટ કરીને તમામ ગુજરાતી ભાઇઓ બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને પાઠવી શુભકામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ,નૂતન વર્ષાભિનંદન.....સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. આપ સર્વને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત હો એવી મારી અંતરની મનોકામનાઓ...આવો, સૌ સાથે મળી સંકલ્પ કરીએ, નૂતનવર્ષ હો નવપ્રયાણનું, નવપ્રયાસનું, નવભારતના નવનિર્માણનું....સાલમુબારક.....
મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ટ્વિટ કરી શુભકામના પાઠવી
બીજી તરફ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પણ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે,આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ. નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી હાર્દિક શુભકામનાઓ... સાલમુબારક નૂતન વર્ષાભિનંદન !