લોકસભા ચૂંટણીના પરિણામો સંદર્ભે PM મોદીનું પ્રથમ ટ્વીટ
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આપ્યો દેશવાસીઓને સંદેશ સાથે મળીને આપણે સમૃદ્ધ છીએ. એક સાથે આપણે એક મજબૂત અને વ્યાપક ભારતનું નિર્માણ કરીશું. ભારત ફરી જીતે છે! # વિજયભારત
લોકસભા ચૂંટણીના પરિણામો સંદર્ભે અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
આ વિજય સમગ્ર દેશનો વિજય છે. દેશના યુવાનો, ખેડૂતો અને ગરીબોની આશાઓનો વિજય છે.
આ ભવ્ય વિજય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ વર્ષના વિકાસ અને મજબૂત નેતૃત્વમાં પ્રજાના વિશ્વાસનો વિજય છે. હું ભાજપના કરોડો કાર્યકર્તાઓ તરફથી નરેન્દ્ર મોદીજીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
અમિત શાહે અન્ય એક ટ્વીટ થકી વિપક્ષને આડે હાથ લીધું
અમિત શાહે અન્ય એક ટ્વીટમાં વિપક્ષને આડે હાથ લીધુ આ પરિણામ વિપક્ષ દ્વારા કરાયેલા દુષ્પ્રચાર, જૂઠાણાં, વ્યક્તિગત આક્ષેપ અને પાયાવિહોણી રાજનીતી વિરુધ્ધ ભારતનો જનાદેશ છે.
આજનો જનાદેશ એ પણ દર્શાવે છે કે ભારતની પ્રજા દેશમાંથી જાતિવાદ, પરિવારવાદ અને તૃષ્ટિકરણને ઉખાડી ફેંકી વિકાસવાદ અને રાષ્ટવાદ પર મહોર મારી છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ કર્યું ટ્વીટ
વિજય રૂપાણીએ ગુજરાતની પ્રજા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો ભારત માતાની સેવામાં તેઓ બન્યા ચોકીદાર, ભારતની શાન વધારવા અમે લઈ આવ્યા, ફરી એકવાર મોદી સરકાર
અન્ય એક ટ્વીટમાં મુખ્યપ્રધાને ગુજરાતની પ્રજાનો આભાર માન્યો અને લખ્યું, ફરી એકવાર મોદી સરકાર, આભાર ગુજરાત
અમરેલી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અને વિધાનસભા પ્રતિપક્ષના નેતાએ પોતાની હારનો કંઈક આ રીતે કર્યો સ્વીકાર
પરેશ ધાનાણીએ હારનો કંઈક આ રીતે કર્યો સ્વીકાર લોકસભા ચૂંટણીના પરિણામોને સંદર્ભે કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે સતત ત્રણ ટ્વીટ કરી પોતાની વાત રજૂ કરી છે.
હાર્દિકે વિજેતા બનેલા ઉમેદવારોને પાઠવી શુભેચ્છા, જ્યારે ભાજપની જીતને ભારતના સામાન્ય નાગરિકની હાર ગણાવી છે. પ્રથમ ટ્વીટબેરોજગારી હારી છે, શિક્ષણ હાર્યુ છે, ખેડત હાર્યા છે, મહિલાઓનું સન્માન હાર્યુ છે. સામાન્ય લોકો સાથે જોડાયેલા તમામ મુદ્દા હાર્યા છે, આશા હારી છે, સાચું કહીએ તો હિન્દુસ્તાનના નાગરિકો હાર્યા છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાની લડતને સલામ કરું છુ. લડીશું અને જીતીશું. જય હિંદબીજું ટ્વીટકોંગ્રેસ અને રાહુલગાંધીએ ઈમાનદારી પૂર્વક ચૂંટણીમાં પ્રજા સમક્ષ પોતાની વાત રજૂ કરી છે. અમે વિશ્વાસ સાથે મેદાનમાં હતા. ભાજપને પ્રજાએ નહીં પરંતુ બેઈમાનીએ જીત અપાવી છે. તમે મને ગાળ આપી શકો છો પરંતુ સત્ય બોલવું જરૂરી છે. દેશની પ્રજાના ચહેરા પર ખુશી નથી. ભારત માતા કી જયત્રીજું ટ્વીટલોકસભા ચૂંટણીમાં વિજય મેળવનાર તમામ ઉમેદવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.