ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્ર સરકારે કોરોના સંકટ વિશે માહિતી આપી, 24 કલાકમાં 3,267 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઇ - The total number of coronary infections in the country was 1,58,333

ભારતમાં કોરોના સંક્રમણને લઇને કેન્દ્ર સરકારના અધિકારીઓ જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતા કહ્યું કે, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 3,267 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.

corona
કેન્દ્ર સરકારે કોરોના સંકટ

By

Published : May 28, 2020, 8:41 PM IST

નવી દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણને લઇને કેન્દ્ર સરકારના અધિકારીઓ જાણકારી આપી રહ્યા છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતા કહ્યું કે, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 3,267 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સૌથી વધારે કોરોના સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં સામે આવી છે. તેમજ જ્યાં દર્દીના સ્વસ્થ થવાનો દર 31 ટકાથી વધારે છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર તમિલનાડુ, દિલ્હી , અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કોરોના સંક્રમણના ઝડપથી ફેલાવાની વચ્ચે ભારતમાં 6566 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કુલ 194 લોકોના મોત થયાં છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમણની કુલ સંખ્યા 1,58,333 થઇ ગઇ છે. જ્યારે 4,531 લોકોના સંક્રમણથી મોત થયાં છે.

ABOUT THE AUTHOR

...view details