નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ રવિવારે અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવશે છે. આ સાથે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમ પ્રધાન પદના શપથ લેશે.
સરકારના જાહેરનામા મુજબ રાષ્ટ્રપતિએ છ ધારાસભ્યોને મુખ્ય પ્રધાનની સલાહથી પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. કેજરીવાલની સાથે 16 ફેબ્રુઆરીએ શપથ લેનારા છ પ્રધાનોમાં મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌતમ છે.
એક જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ભારતની રાજધાની દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલની નિમણૂક કરવા બદલ રાષ્ટ્રપતિ ખુશ છે. શપથ લેવાના દિવસથી તેમની નિમણૂક અસરકારક બનશે. રાષ્ટ્રપતિએ તાત્કાલિક ધોરણે પ્રધાનમંડળ સાથે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલનું રાજીનામું સ્વીકાર્યું કર્યું છે. આ જાહેરનામા મુજબ નવા મુખ્ય પ્રધાનના શપથ ન લઈ લેવાય ત્યાં સુધી કેજરીવાલ મુખ્ય પ્રધાન તરીકે કાર્યરત રહેશે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે ત્રીજીવાર દિલ્હીના મુખ્ય પ્રધાન પદ સંભાળનારા અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીના ઐતિહાસિક રામલીલા ગ્રાઉન્ડમાં જોરજોરથી તૈયારીઓ ચાલી રહી છે. અમલદારમાંથી રાજકારણી બનેલા, 51 વર્ષીય કેજરીવાલ, રામલીલા મેદાનમાં અણ્ણા હજારેની આગેવાની હેઠળ ભ્રષ્ટાચાર વિરોધમાં થયેલા આંદોલનમાં સાથે હતા. હાલ રામલીલા મેદાન સજાવવામાં આવી રહ્યું છે, આમ આદમી પાર્ટીના કાર્યકરો શપથ સમારોહની તૈયારી કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.