રાષ્ટ્રપતિ કોવિંદે ઉત્કલ વિશ્વ વિદ્યાલયના પ્લેટિનમ જુબલી સમારોહમાં પણ ભાગ લીધો હતો. જણાવી દઇ એ કે રાષ્ટ્રપતિ બે દિવસીય પ્રવાસ પર ઓડિશા ખાતે પહોંચ્યા છે.
રામનાથ કોવિંદે ભુવનેશ્વરમાં પાઇકા સ્મારકનો કર્યો શિલાન્યાસ - રામનાથ કોવિંદ
ઓડિસા: રાજ્યના ભુવનેશ્વરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે એક સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તે સમયે કોવિંદે ખુર્દા શહેરની પાસે બરૂનેઇમાં પાઇકા સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો.
રામનાથ કોવિંદે પાઇકા સ્મારકનો કર્યો શિલાન્યાસ
તે પહેલા શનિવારે રાત્રે રાષ્ટ્રપતિ કોવિંદ ઓડિશા પહોંચ્યા હતાં. જ્યાં બીજૂ પટનાયક એયરપોર્ટ પર ઓડિશાના રાજ્યપાલ ગળેશી લાલ, આંધ્ર પ્રદેશના ગર્વનર બીબી હરિશ્ચંદ્ર, રાજ્યના મુખ્યપ્રધાન નવીન પટનાયક, કેન્દ્રીય રાજ્ય પ્રધાન અને અન્ય લોકોએ સ્વાગત કર્યુ હતું.