મુઝફ્ફરપુર: અહીંની શાહી લીચી દુનિયાભરમાં પ્રખ્યાત છે. વિશ્વના ઘણા દેશોમાં લીચીની માગ છે. મુઝફ્ફરપુરની શાહી લીચી જિલ્લા વહીવટને દર વર્ષે દેશના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનનની સાથે અન્ય વીઆઇપી લોકોને જિલ્લા પ્રશાસન ગીફટ તરીકે આપે છે, પરંતુ આ વખતે કોરોના સંક્રમણને કારણે તેના પર ગ્રહણ લાગી ગયું છે. જેથી લીચીના બગીચાઓની પસંદગી થઇ નથી.
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આ વખતે મુઝફ્ફરપુરની શાહી લીચીની ભેટ નહીં મળે - કોરોના વાઇરસના લક્ષણો
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને ગીફટમાં મોકલવા માટેની શાહી લીચીની પસંદગી માટે હજી સુધી સમિતિની રચના કરવામાં આવી નથી. જેથી આ વખતે લીચી દિલ્હી મોકલાવવી શક્ય લાગતું નથી.
રાષ્ટ્રપતિ અને પી.એમને મુઝફ્ફરપુરની શાહી લીચીની ભેટ નહીં મળે
કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે પ્રશાસનિકની ટીમ કેટલાય મોરચા પર કામ કરી રહી છે. જેના કારણે આ વખતે પ્રશાસન ગીફટના રૂપમાં મોકલવા માટેની શ્રેષ્ઠ લીચીના બગીચાઓની પસંદગી પણ કરી શક્યા નથી. આવી સ્થિતિમાં ડીએમ ડો.ચંદ્રશેખર સિંહ પણ માને છે કે હાલના સંજોગોમાં આ વખતે શક્ય નથી.