ગુજરાત

gujarat

ETV Bharat / bharat

29 એપ્રિલથી કેદારનાથ યાત્રા શરુ, યાત્રાના રુટ પરથી સાફ કરાઈ રહ્યો છે બરફ - BEGIN FOR KEDARNATH YATRA

કેદારનાથ ધામમાં હિમવર્ષાને કારણે હાલમાં પાંચ ફૂટ જેટલો બરફ જામેલો છે. વુડસ્ટોનની ટીમ યાત્રાના માર્ગ પરથી બરફ સાફ કરીને રસ્તો ખુલ્લો કરવાના કામમાં લાગી છે. 29 એપ્રિલના રોજ સવારે 6:10 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવશે.

29 એપ્રિલથી કેદારનાથ યાત્રા શરૂ થશે
29 એપ્રિલથી કેદારનાથ યાત્રા શરૂ થશે

By

Published : Apr 18, 2020, 12:44 PM IST

ઉત્તરાખંડઃ રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત કેદારનાથ ધામના દરવાજા 29 એપ્રિલે નિર્ધારિત તારીખે સવારે 6.10 કલાકે ખોલવામાં આવશે. કેદારનાથના દરવાજા ખોલતા પહેલા કેદારનાથ ધામ જવા માટેનો માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે. દોઢ મહિનાથી બરફ સાફ કરવામાં વ્યસ્ત મજૂરોની ટીમ કેદારનાથ પહોંચી હતી. કેદારનાથ ધામમાં હજી પાંચ ફૂટ બરફ છે, વૂડસ્ટોન કંપનીના કામદારોની ટીમ તેને સાફ કરવા માટે કામ કરી રહી છે.

29 એપ્રિલથી કેદારનાથ યાત્રા શરૂ થશે, યાત્રા રુટ પરથી બરફ સાફ કરાઈ રહ્યો

કેદારનાથ ધામમાં શિયાળા દરમિયાન ભયંકર બરફવર્ષાને કારણે તમામ માર્ગો બરફથી ઢંકાયેલા હતા. જ્યારે સંદેશાવ્યવહાર, વીજળી અને પાણીનો પુરવઠો પણ ખોરવાયો હતો. અતિશય હિમવર્ષાને કારણે તમામ કામદારો ડિસેમ્બર 2019માં કેદારનાથથી પાછા ફર્યા હતા. 1 માર્ચથી, કેદારનાથ-ગૌરીકુંડથી 18 કિ.મીના વોક વે પરથી બરફ સાફ કરવાનું કામ શરૂ કરાયું હતું. મધ્યમાં ખરાબ વાતાવરણ બાદ બરફ સફાઇ કામ પણ થોડા દિવસો માટે અટકી ગયું હતું. દોઢ મહિના બાદ હવે કામદારોની ટીમ કેદારનાથ પહોંચી છે.

કેદારનાથ ધામમાં હજી પાંચ ફૂટ સુધી બરફ જામેલો છે. કેદારનાથ મંદિર અને આસપાસના વિસ્તારમાંથી બરફ સાફ કરીને રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. વોક-વેના ગ્લેશિયર પોઇન્ટ પર 40 ફૂટ સુધી ગ્લેશિયર્સ કાપીને પાથ તૈયાર કરવામાં આવ્યો છે. કેદારનાથના દરવાજા ખોલવા માટે માત્ર 11 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્ર અગાઉથી સંપૂર્ણ તૈયારીઓ કરવા માગે છે. જોકે, લોકડાઉનથી પણ પ્રવાસને અસર થાય તેવી સંભાવના છે. વુડસ્ટોન કંપનીના કર્મચારીઓ કહે છે કે, કેદારનાથમાં હજી પાંચ ફૂટ સુધી બરફ છે. બરફ સાફ કરીને રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. બે કામદારોની ટીમો માર્ગ તૈયાર કરી રહી છે. દસ દિવસમાં રસ્તો તૈયાર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details