નવી દિલ્હીઃ આર્મી રિસર્ચ એન્ડ રેફરલ (આરએન્ડઆર) હોસ્પિટલના વહીવટીતંત્રે મંગળવારે કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. એક દિવસ પહેલાં તેમની બ્રેઈન સર્જરી કરવામાં આવી છે. પ્રણવ મુખર્જીને સોમવારે બપોરે સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સર્જરી પહેલા કોવિડ -19ની પુષ્ટિ પણ થઈ હતી.
બ્રેઈન સર્જરી બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત નાજુક
હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે સવારે 12.07 વાગ્યે દિલ્હી કેન્ટની આર્મી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસમાં તેમના મગજમાં લોહીની ગાંઠ હોવાનું જાણવા મળ્યું છે. જેમના માટે તેમણે ઇમરજન્સી લાઇફ સેવિંગ સર્જરી કરાવી હતી. સર્જરી બાદ તેમની હાલત નાજુક છે.
હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, "પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ગંભીર હાલતમાં 10 ઓગસ્ટ, 2020ના રોજ દિલ્હી કેન્ટોનમેન્ટની આર્મીની આર એન્ડ આર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા."
કહેવામાં આવ્યું હતું કે, "હોસ્પિટલમાં કરાયેલી તબીબી તપાસમાં માલૂમ પડ્યું કે તેમના મગજમાં ગાંઠ થઈ ગઈ છે, આ કારણોસર તેમણે ઇમરજન્સી લાઇફ સેવિંગ સર્જરી કરાવી હતી. સર્જરી બાદ પણ તેમની હાલત નાજુક છે અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.”