મહારાષ્ટ્રના યવતમહાલ જિલ્લામાં એક રેલી દરમિયાન આંબેડકરે આપેલા આ નિવેદનને લઈ સ્થાનિક ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ આપ્યો છે.
આંબેડકરે ગુરુવારે એક રેલીમાં કહ્યું હતું કે, આપણે 40 જવાનો ખોયા છતાં પણ ચૂપ રહ્યા. અમને કહેવાયું છે કે, પુલવામા હુમલા પર વાત ન કરો. EC આપણને કેમ ચૂપ કરાવી શકે ? આપણા સંવિધાને આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે. જો હું સત્તામાં આવ્યો તો બે દિવસ માટે ચૂંટણી પંચને જેલમાં મોકલી દઈશ.