ઉત્તર પ્રદેશની રાજધાની લખનવમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા થઈ હતી. તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં તેના શરીર પર મારેલા ઘા વિશે માહિતી આપવામાં આવી છે.
કમલેશ તિવારીનો પોસ્ટ મોર્ટમ જાહેર, 15 છરીના ઘા ઝીંકી કરાઈ હતી હત્યા
લખનઉ: કમલેશ તિવારીની હત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બુધવારે જાહેર થયો હતો. કમલેશ તિવારી હત્યા કેસ હાલ ખૂબ ચર્ચામાં છે. જેમાં બંને હત્યારાઓએ કમલેશ તિવારીની કારપીણ હત્યા કરી હતી. બંને હત્યારાઓ કમલેશ તિવારીની નિર્દય હત્યાનો અંદાજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ લગાવી શકાય છે.
post mortem report of kalmesh tiwari murder case released
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર કમલેશ તિવારીના શરીર ઉપર છરીથી આશરે 15 ઘા કર્યા હતા. તેની છાતીની ડાબી બાજુ 7 વાર છરી મારી હતી. છરીના હુમલાથી તેના શરીરમાં 4 સે.મી. ઊંડા ઘા છે. કમલેશ તિવારીના ચહેરા પર ગોળી વાગવાની ઈજા છે. હત્યારાઓએ કમલેશ તિવારીના ચહેરા પર ગોળી મારી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ તીવ્ર છરીથી ગળુ દબાવીને માર મારવાની પુષ્ટિ કરવામાં આવી છે. કમલેશ તિવારીનો મૃતદેહ બે જગ્યાએ દાઝ્યો હોય એવા નિશાન છે