શહેરના લોકમાન્ય ટિલક રોડ પર 6 માળની ઇમારતનો એક ભાગ તુટી પડ્યો હતો. બનાવની જાણ થતાં 7 એમ્બ્યુલન્સ અને બચાવ વાહનો સહિત મુંબઈ ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે દોડી ગયા હતા.
મુંબઈમાં 6 માળની બિલ્ડીંગનો અમુક ભાગ ધરાશાયી, બચાવકાર્ય શરુ
મુંબઈઃ શુક્રવારે સવારે મુંબઈમાં લોકમાન્ય ટિલક રોડ પર 6 માળની બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યું છે. આ બનાવમાં જાનમાલના નુકશાનની સત્તાવાર માહિતી મળી નથી.
મુંબઈમાં 6 માળની બિલ્ડીંગનો અમુક ભાગ ધરાશાયી, બચાવકાર્ય હાથ ધરાયુ
મ્યુનિસિપલ કોર્પોરેશનના જનસંપર્ક અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "મકાન પહેલેથી જ ખાલી હોવાથી કોઈ વ્યક્તિ ફસાયેલી નથી. હજી સુધી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યુ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે."