સંત રવિદાસ મંદિરને તોડી પાડ્યા બાદ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ દિલ્હીમાં કર્યું ચક્કાજામ - તુગલકાબાદ
નવી દિલ્હી: 10 ઓગસ્ટના રોજ કોર્ટના આદેશ બાદ તુગલકાબાદમાં આવેલા સંત ગુરૂ રવિદાસના મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. જેના વિરોધમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ તુગલકાબાદ પહોંચી રહ્યા છે.
સંત રવિદાસ મંદિરને તોડી પાડ્યા બાદ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ તુગલકાબાદ પહોંચ્યા
જ્યારથી મંદિરને તોડવાનો આદેશ કોર્ટે આપ્યો છે, ત્યારથી જ લોકો વિરોધ કરી રહ્યા છે. આ બાબતને લઇ મોટી સંખ્યમાં લોકો એકત્ર થઇ રહ્યા છે.આ લોકો દિલ્હીના રામલીલા મેદાનથી ચાલીને તુગલકાબાદ પહોંચી રહ્યા છે. જ્યાં કોર્ટના આદેશ બાદ સંત ગુરૂ રવિદાસના મંદિરને તોડી પાડવામાં આવ્યુ હતું.