ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લદ્દાખ ઘાટી હિંસા: ભારતના શહીદ જવાનોને અમેરિકાના વિદેશ પ્રધાને આપી શ્રદ્ધાંજલિ - માઇક પોમ્પિયો

ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ બાદ ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. જવાનોની શહીદી બાદ ચીનના વલણ પર પ્રશ્નો ઉઠ્યા છે. 20 જવાનોની શહીદી પર અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ દુઃખ વ્યક્ત કર્યું છે.

Pompeo extends deepest condolences to Indians for loss of soldiers' lives in clashes with Chinese
Pompeo extends deepest condolences to Indians for loss of soldiers' lives in clashes with Chinese

By

Published : Jun 19, 2020, 9:47 AM IST

નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ ભારતીય સેનાના શહીદ જવાનોને લઇને પ્રતિક્રિયા આપી હતી. તેમણે એક ટ્વીટમાં લખ્યું કે, અમે ચીનની સાથે થયેલા ટકરાવના પરિણામસ્વરુપે શહીદ થયેલા જવાનોને લઇને ભારતના લોકો પ્રતિ અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ.

માઇક પોમ્પિયોનું ટ્વીટ

પોમ્પિયોએ કહ્યું કે, આ દુઃખની ઘડીનો સામનો કરી રહેલા સૈનિકોના પરિવાર, પ્રિયજનો અને સમુદાય અમારી યાદોમાં રહેશે. મહત્વનું છે કે, ગત 15-16 જૂન દરમિયાન રાત્રે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદ્દાખમાં ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ થઇ હતી. આ દરમિયાન 20 જવાન શહીદ થયા હતા, જ્યારે ચીની સૈનિકોના એક કમાન્ડર સહિત 40થી વધુ લોકો ઠાર મર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details