નોંધપાત્ર વાત એ છે કે દિલ્હી એનસીઆરમાં વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ અને એનજીટીએ દિલ્હી એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. અમુક દુકાનદારોને ગ્રીન ફટાકડા વેચવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ આ તમામ નિયમોને નેવે મુકીને રવિવારે મોડી રાત સુધી દિલ્હી એનસીઆરમાં આતશબાજી જોવા મળી હતી. જેના કારણે આજે સવારથી જ પ્રદૂષણનું સ્તર અનેક વિસ્તારોમાં જોખમી સ્તરમાં પહોંચી ગયું છે.
ફટાકડાઓથી દિલ્હીની હવા થઇ પ્રદુષિત, એર ઇન્ડેક્સ 348 - દિલ્હીમાં એર ઇન્ડેક્સ 348
નવી દિલ્હી: દિવાળીની રાત્રે દિલ્હી NCRમાં ખૂજજ આતશબાજી જોવા મળી. દિવાળીની રાત્રે ફોડવામાં આવેલા ફટાકડાઓના કારણે દિલ્હીની સાથે સાથે નોઇડા અને ગાઝિયાબાદમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. આજે સવારે આઠ વાગ્યે, દિલ્હીનું એર ઇન્ડેક્સ 348 હતું, જે ખતરનાક શ્રેણીમાં આવે છે.
air
રવિવારે મોડી રાત્રે પ્રદૂષણનું સ્તર 500 ને પાર પહોંચ્યું હતું
રવિવાર દિવાળીની રાત્રે ભારે આતશબાજીને કારણે દિલ્હીના ઘણા વિસ્તારોનો એર ઇન્ડેક્સ 500 ને પાર કરી ગયો હતો. પરંતુ રાહતની વાત એ છે કે આજે સવારથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર જોખમી શ્રેણીમાં રહે છે.