ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટ ચુકાદો: અયોધ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત - ayodhya verdict

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ-અયોધ્યા જમીન વિવાદના  મામલે સુપ્રીમ કોર્ટ ચુકાદાને લઈને અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક રીતે ગોઠવી દેવામાં આવી છે. લગભગ 48 નાની નાની ટુકડીઓને અલગ અલગ રસ્તા તેમજ ગલીઓમાંથી ફ્લેગમાર્ચ કાઢવાનું કહેવામાં આવ્યું છે જે સવારે 8 વાગ્યાથી લઈને સાંજ સુધી ચાલશે.

સુપ્રીમ કોર્ટ ચુકાદો: અયોધ્યા ફેરવાયું છાવણીમાં

By

Published : Nov 9, 2019, 11:10 AM IST

આ બધું કરવા પાછળનો હેતુ કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળવાનો છે. આ વખતે અયોધ્યામાં આરએએસ પીએસી પેરામિલિટરી ફોર્સની ટુકડીઓ હાજર છે ઉપરાંત 8 જેટલા ડ્રોન કેમેરા દ્વારા સતત માર્ગો પર દેખરેખ રાખવામાં આવી રહી છે.

આ સાથે જ અયોધ્યામાં પંચકોસી પરિક્રમાનાં સમાપન બાદ લાખો લોકોની ભીડને લઈને પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયેલી છે.

સુપ્રીમ કોર્ટ ચુકાદો: અયોધ્યા ફેરવાયું છાવણીમાં

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details