મુંબઈઃ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના એક સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાની આતંકવાદી હોવાનું જણાવી લોકોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. એક ઉચ્ચ આધિકારીએ આ વાતની જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે, આ ગોરખધંધાના મૂળ છેક પાકિસ્તાન સુધી છે. આ ગેંગ 7 લોકોને અમેરિકા મોકલવાના ષડયંત્રમાં સામેલ છે. તેમના સંબંધી પહેલાથી જ અમેરિકામાં છે.
DCP દત્તા નલવાડેએ જણાવ્યું કે, માનખુર્દ પોલીસને ગઈ 20 ફેબ્રુઆરીના રોજ એક ઈ-મેઈલ દ્વારા સુચના મળી હતી કે, પાકિસ્તાનની એક મહિલા સહિત 7 લોકોને મુંબઈથી દુબઈના રસ્તે પાકિસ્તાન જવાની શક્યતા છે. આ વ્યક્તિ જેણે પોતાને રામિશ માખણ ગણાવ્યો હતો, તેણે એક ઈ-મેઈલમાં જણાવ્યું હતું કે, આ બધા આતંકવાદીઓ પાકિસ્તાન તાલીમ માટે જશે અને પછી ભારત પાછા ફરશે, પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે, આ સાત પાકિસ્તાન નહીં પણ કેનેડા કે અમેરિકા જઈ રહ્યો છે.