નવી દિલ્હી: લોકોમાં માસ્ક પહેરવું અને ભીડવાળા સ્થાનોથી બચવા માટે વધેલી ઉદાસીનતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ને લઈ જનઆંદોલનનો શુંભારભ કર્યો છે. આ અભિયાનની શરુઆત આગામી તહેવાર અને શિયાળાને ધ્યાને લઈ ટ્વિટના માધ્યમથી શરુ કર્યું છે.
જેનો ઉદ્દેશય કોરોનાને લઈ લોકોની યોગ્ય વ્યવ્હાર તરફ લોકોને પ્રોત્સાહિત કરવાનો છે. જેથી બીમારીથી બચવા માટે પોતાની વિશેષ કાળજી રાખો અને બેદરકારી દાખવશો નહી.
જેનો મુખ્ય સંદેશ છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને હાથ ધોતા રહેવું
વિદ્યાર્થીને જાગૃત કરવા માટે શિક્ષા પ્રધાનનો સંદેશ
કોરોના મહામારી પ્રત્યે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડૉ.રમેશ પોખરિયાલ નિશંકે વીડિયો શેર કર્યો છે.
કોરોના માહામારીને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, આવો કોરોના સામે લડાઈ માટે એકજુથ થઈ, હંમેશા યાદ રાખો માસ્ક જરુર પહેરવું, વારંમ વાર હાથ સાફ કરતા રહો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, દો ગજની દુરી રાખો
આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કેસ 67 લાખથી વધુ થઈ ચૂક્યા છે. આ સાથે મૃત્યુઆંક એક લાખથી વધુ છે. તો રિકવર કેસની સંખ્યા 58 લાખને પાર થઈ છે.દેશમાં સંક્રમિત કુલ સંખ્યા 67 લાકથી વધુ છે. જ્યારે 57,44,694 લોકો અત્યારસુધીમાં આ મહામારીથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. આંકડાઓ અનુસાર નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 67,57,132 થઈ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 986 લોકોના મોત થયા છે. ત્યારે મૃતકોનો કુલ આંકડો 1,04,555 થયો છે.