ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેબલ સબમરીન દેશ સમર્પિત, PM મોદીએ કહ્યું- જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો તેના લોકાપર્ણની તક મળી - ચેન્નઇ અને પોર્ટ બ્લેરને જોડતી સબમરીન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચેન્નઇ અને પોર્ટબ્લેરને જોડતી સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ રાષ્ટ્રને અર્પણ કરી હતી. આ સાથે દેશના અન્ય ભાગોમાં આંદામાન અને નિકોબારમાં ઝડપી અને વધુ વિશ્વસનીય મોબાઇલ અને લેન્ડલાઇન ટેલિકમ્યુનિકેશન સેવાઓ મળી શકશે. PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દોઢ વર્ષ પહેલા યોજનાના શુભારંભ કરવાની તક મળી હતી. ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પ સ્થળ આંદામાન નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીને મારા નમસ્કાર.

PM
વડાપ્રધાન મોદી આજે દેશને સબમરીન કેબલ સમર્પિત કરશે

By

Published : Aug 10, 2020, 7:18 AM IST

Updated : Aug 10, 2020, 12:44 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચેન્નઇ અને પોર્ટ બ્લેરને જોડતી સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ રાષ્ટ્રને અર્પણ કરી હતી. આ કેબલ સબમરીન પોર્ટબ્લેયરને સ્વરાજ ટવીપ (હેવલોક), નાનો આંદામાન, કાર નિકોબાર, કામોર્ટા, ગ્રેટ નિકોબાર, લોંગ આઇલેન્ડ અને રેંજથી પણ જોડશે. આ દેશના અન્ય ભાગોની સાથે આંદામાન અને નિકોબાર ટાપુમાં ઝડપી અને વધુ વિશ્વસનીય મોબાઇલ અને લેન્ડલાઇન ટેલિકમ્યુનિકેશન સેવાઓ પ્રદાન મળી શકશે. વડાપ્રધાન મોદીએ 30 ડિસેમ્બર, 2018ના રોજ પોર્ટ બ્લેયરમાં આ પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કર્યો હતો.

PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દોઢ વર્ષ પહેલા યોજનાના શુભારંભ કરવાની તક મળી હતી. ભારતની આઝાદીનું તપોસ્થળ, સંકલ્પ સ્થળ આંદામાન નિકોબારની ભૂમિ અને ત્યાંના રહેવાસીને મારા નમસ્કાર.

મોદીએ વધુમાં કહ્યું કે, આજનો દિવસે આંદામાન નિકોબારના લાખો લોકો સાથે આખા દેશ માટે મહત્વનો દિવસ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા લગભગ દોઢ વર્ષ પહેલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ યોજનાના શુભારંભની તક મળી હતી. ખુશી છે કે આજે તેના લોકાપર્ણની પણ તક મળી છે.

હવે ઉદ્ઘાટન થયા બાદ સબમરીન કેબલ લિંક ચેન્નઇ અને પોર્ટ બ્લેયરની વચ્ચે 2x200 ગીગાબીટસ પ્રતિ સેકન્ડ બેન્ડવિડ્થ તથા પોર્ટ બ્લેયર અને અન્ય ટાપુઓ વચ્ચે 2 x 100 જીબીપીએસની બેન્ડવિડ્થ પહોંચાડશે. આ ઉન્નત દૂરસંચાર અને બ્રોડબેન્ડ દૂરસંચારથી ટાપુઓમાં પર્યટન અને રોજગાર ઉત્પન્નને વેગ મળશે, અર્થવ્યવસ્થાને ગતિ મળશે અને જીવન સ્તરમાં વૃદ્ધિ થશે.

ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા આ પ્રોજેક્ટને ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે. જ્યારે ટેલિકોમ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ તકનીકી સલાહકાર છે. આશરે 1224 કરોડના ખર્ચે 2300 કિલોમીટર સબમરીન કેબલ નાખવામાં આવી છે અને આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થઈ ગયો છે.

Last Updated : Aug 10, 2020, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details