નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી દેશની જનતાને સંબોધિત કરશે. આજે સાંજે 4 કલાકે પીએમ મોદી રાષ્ટ્રનું સંબોધન કરશે. આ માહિતી વડાપ્રધાન કાર્યાલય ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવી છે.
PM મોદી આજે સાંજે 4 વાગ્યે કરશે રાષ્ટ્રજોગ સંબોધન, અનલૉક 2.0 અંગે કરી શકે છે વાત - નરેન્દ્ર મોદી સંબોધન
આજે સાંજે 4 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની જનતાને સંબોધિત કરશે. જેમાં અનલૉક 2.0 ને લઈ પીએમ મોદી વાત કરી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન અનલૉક 2.0 અને હાલની દેશની સ્થિતિ પર વાત કરી શકે છે. ચીન સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદીના સંબોધનને લઈ જનતામાં ઉત્સુકતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનું દુરદર્શન લાઈવ પ્રસારણ કરશે. પીએમ મોદીના સંબોધન કાર્યક્રમ પહેલા જ ગૃહમંત્રાલયે અનલૉક 2.0ની ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન મુજબ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં 31 જુલાઈ સુધી લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત છે. જોકે મેટ્રો અને સ્કુલ-કોલેજ 31 જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે.