કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યમાં લોકડાઉન વધારવાનો આદેશ આપ્યો છે. આદેશમાં જણાવાયું છે કે લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવામાં આવશે. બંગાળ લોકડાઉન વધારનારું બીજું રાજ્ય છે. અગાઉ ઓડિશાએ લોકડાઉન અવધિ લંબાવી હતી. પંજાબમાં, કર્ફ્યૂ 30 એપ્રિલ સુધી વધારવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવાયું - West Bengal news
પશ્ચિમ બંગાળમાં, લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આ આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળ લોકડાઉન વધારનારું બીજું રાજ્ય છે. અગાઉ ઓડિશામાં લોકડાઉન લંબાવામાં આવ્યું હતું.
mamata
પશ્ચિમ બંગાળમાંથી આજે છ નવા કેસ બહાર આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે.
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં જારી કરેલા આંકડા મુજબ, દેશભરમાંથી કોરોના વાયરસના 1,035 નવા કેસો નોંધાયા છે અને 40 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશભરમાં કુલ 7447 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાં 6565 લોકોમની સારવાર ચાલી રહી છે. 642 ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 239 લોકોના મોત થયા છે.