નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખમાં ભારત-ચીન સીમા વિવાદ પર જાહેર યુદ્ધની વચ્ચે બીજેપીએ શુક્રવારે એકવાર ફરીથી કોંગ્રેસ પર હુમલો કર્યો છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે, ભારતના લોકોએ પોતાના ખુન-પસીનાની કમાણી PMNRFમાં દાન કરતા હતા. જેથી કોંગ્રેસ એક પરિવારના ફાઉન્ડેશનમાં ડાઇવર્ટ કરતી હતી અને લોકોની સાથે છેતરપિંડી કરતી હતી.
જેપી નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યું કે, ભારતના લોકો પોતાના પરસેવાની કમાણી PMNRFમાં દાન કરી હતી. કોંગ્રેસ દાન કરેલી રકમને એક પરિવારના ફાઉન્ડેશનમાં ડાઇવર્ટ કરતી હતી અને લોકોની સાથે છેતરપિંડી કરતી હતી. UPA સરકારમાં પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા જેના અધ્યક્ષ સોનિયા ગાંધી હતા.
આ પહેલા તેમણે આરોપ લગાવ્યો હતો કે, 2005-06માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનથી ત્રણ લાખ અમેરિકી ડૉલરની રકમ મળી હતી. તેમણે કહ્યું કે, એ જણાવવું જોઇએ કે, આટલી મોટી રકમ કઇ વાત માટે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળી હતી. આ ફાઉન્ડેશનની અધ્યક્ષ સોનિયા ગાંધી છે તથા પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેના સભ્ય છે.
નડ્ડાએ આ ગંભીર આરોપ મધ્ય પ્રદેશ 'જનસંવાદ' નામથી આયોજીત એક ડિજિટલ રેલીને દિલ્હીથી સંબોધિત કરતા લગાવ્યો હતો. આ રેલીને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને પણ સંબોધિત કરી હતી. રેલીમાં નડ્ડાએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે, ફાઉન્ડેશનને ત્રણ હજાર સો અમેરિકી ડોલર મળ્યા હતા. આ અવસર પર તેમણે એમ પણ કહ્યું કે, ફાઉન્ડેશનને ત્રણ સો હજાર કરોડ અમેરિકી ડૉલર મળ્યા પરંતુ બાદમાં બીજેપી અધ્યક્ષના કાર્યાલયે સ્પષ્ટ કર્યું કે, નડ્ડાએ જે રકમનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો હતો તે ત્રણ લાખ અમેરિકી ડૉલર છે.
જે બાદમાં એક નિવેદનમાં કહ્યું કે, નડ્ડા તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીની દુતાવાસે ફાઉન્ડેશનને 90 લાખ રુપિયા આપ્યા હતા. આ રેલીમાં મુખ્ય વિપક્ષી પાર્ટીને નિશાન પર લેતા કહ્યું કે, મને આશ્ચર્ય થાય છે કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 2005-06માં પીપુલ્સ રિપબ્લિક ઑફ ચાઇના અને ચીની દુતાવાસે ત્રણ લાખ યૂએસ ડૉલર શા માટે આપ્યા?
નડ્ડાએ કહ્યું કે, વિપક્ષના લોકો વિરોધના નામે કઇ રીતે દોસ્તી નિભાવે છે, આ તેનું એક ઉદાહરણ છે. આ દાવો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, મહેરબાની કરીને 2005માં જીવવાનું બંધ કરો અને 2020ના પ્રશ્નોના જવાબ આપવાનુ શરુ કરો.