ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત-ચીન તણાવ વચ્ચે PM નરેન્દ્ર મોદીએ લેહ પહોંચી જવાનો સાથે કરી મુલાકાત - gujaratinews

ચીન બોર્ડર પણ ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અચાનક લેહ પહોચ્યાં છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચી જવાનો સાથે મુલાકાત કરી હતી. આ પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS) બિપિન રાવત લેહની મુલાકાત લેવાના હતા.

PM Modi
PM Modi

By

Published : Jul 3, 2020, 10:36 AM IST

Updated : Jul 3, 2020, 12:42 PM IST

નવી દિલ્હી, (લદાખ):ચીન બોર્ડર પણ ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અચાનક લેહ પહોચ્યાં છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચી જવાનો સાથે મુલાકાત કરી હતી. આ પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS) બિપિન રાવત લેહની મુલાકાત લેવાના હતા.

નરેન્દ્ર મોદી લેહ પહોચી જવાનો સાથે મુલાકાત કરી

આ પહેલા શુક્રવારે સરંક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લેહની મુલાકાત લેવાના હતા, પરંતુ ગુરુવારે તેમના કાર્યક્રમમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું હતું કે બિપિન રાવત લેહની મુલાકાત કરશે.

સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન હાલમાં લેહના નિમૂમાં છે. સૈન્ય વડાઓએ વડાપ્રધાનને સ્થિતી પરની જાણકારી આપી હતી. તેમજ મોદી પોસ્ટ પર રહેલા સૈનિકોને મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે નીમુ પોસ્ટ પર 11 હજાર સૈનિકો તૈનાત છે.

ચીન સાથેના વિવાદ વચ્ચે PM નરેન્દ્રમોદી લેહ પહોંચ્યા

પીએમ મોદી CDS રાવત સાથે સુરક્ષાની સમીક્ષા કરશે. સરહદને લઈને ચીન અને ભારત વચ્ચે ઘણા વિવાદો ઉભા થયા છે. આ તણાવમાં ભારતના 20 સૈનિકો છીનવાઈ ગયા. આ સાથે જ ભારતે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરફોર્સ, આઈટીબીપી, આર્મીના જવાનો સાથે બેઠક કરી રહ્યા છે.

Last Updated : Jul 3, 2020, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details