કોલકાતા : ચક્રવાત અમ્ફાનના કારણે સમગ્ર કોલકાતા અને ઓડિશામાં ધણો નુકસાન થયો છે.ત્યારે વડાપ્રધાન મોદી દિલ્હીથી પશ્ચિમ બંગાળની સમીક્ષા કરવા માટે રવાના થયા હતા. સુપર સાઇક્લોન અમ્ફાન ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વિનાશ વેર્યા બાદ ગુરુવારે નબળું પડી ગયું.. બંગાળમાં અમ્ફાનથી 80 લોકોના મોત થયા અને બે જિલ્લામાં ભારે નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં અમ્ફાન પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યા બાદ પ્રારંભિક રીતે 1000 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ દુઃખના સમયમાં પશ્ચિમ બંગાળની સાથે છે.
વડાપ્રધાને પશ્ચિમ બંગાળ માટે એક હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.જેને લઇ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, આપાતકાલીન નિધિ માટે 1000 કરોડ રૂપિયાના જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી છે પરતું આ સ્પષ્ટ નથી કે આ પેકેજ છે.