- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દુર્ગાપૂજા પર આપશે શુભેચ્છા સંદેશ
- પશ્ચિમ બંગાળના દરેક બૂથમાં લાઇવ પ્રસારણ
- ભાજપ દ્વારા રાજ્યની તમામ 294 બેઠકો પર કાર્યક્રમ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દુર્ગાપૂજા પ્રસંગે પશ્ચિમ બંગાળના લોકોને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. આ અવસર પર પશ્ચિમ બંગાળના દરેક બૂથ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યો હતો. ભાજપ દ્વારા રાજ્યની તમામ 294 બેઠકો પર કાર્યક્રમ પ્રસારિત કરવાની વિસ્તૃત તૈયારીઓ કરી હતી.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં લોકો માટે દુર્ગા પુજાના અવસર પર એક વિશેષ શુભેચ્છા સંદેશ આપ્યો હતો. રાજ્યમાં દુર્ગા પુજા ઉત્સવની શરુઆત પર લોકોને પૂજોર શુભ્ચેછા (પુજાની શુભેચ્છા) આપી હતી. દુર્ગાપૂજામાં મોદીએ બંગાળીમાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.
- બંગાળની માટી પોતાના માથે લગાવી જેમણે માનવતા દેખાડી છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, ચૈત્નય મહાપ્રભુ, શ્રી ઑરોબિંદો,બાબા લોકનાથ, શ્રી શ્રી અનુકૂલ ચંદ્ર,માં આનંદમયીને પ્રણામ કરું છું.
- બંગાળની ભૂમિના મહાન વ્યક્તિવને જ્યારે જેવી જરુર પડી શસ્ત્ર અને શાસ્ત્રથી ત્યાગ અને તપસ્યાથી ભારત માતાની સેવા કરી છે.
- દુર્ગા પુજાના પર્વ ભારતની એક્તા અને પૂર્ણતાનો પર્વ છે. બંગાળની દુર્ગા પુજા ભારતની આ પૂર્ણતાને એક નવી ચમક આપે છે. નવો રંગ, નવો શ્રૃંગાળ આપે છે. બંગાળની જાગૃતતાનું બંગાળના આધ્યાત્મિકતા, બંગાળની ઐતિહાસિકનો પ્રભાવ છે.
- માં દુર્ગાના આશીર્વાદ હોય તો સ્થાન, સ્થિતિ, પરિસ્થિતિથી આગળ વધી સમગ્ર દેશ બંગાળમય થઈ જાય છે.
- પશ્ચિમ બંગાળના મારા ભાઈઓ-બહેનો આજે ભક્તિની શક્તિ એવી છે. લાગી રહ્યું છે કે, હું દિલ્હીમાં નહી પરંતુ આજે બંગાળમાં આપ સૌની વચ્ચે ઉપસ્થતિ છું.