ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વાયુ પ્રદુષણને લઈને PMના મુખ્ય સચિવની દિલ્હીમાં ઉચ્ચ સ્તરની બેઠક - pm modi held high level meeting

નવી દિલ્હીઃ વડાપ્રધાનના મુખ્ય સચિવે રવિવારે દિલ્હી તથા આસપાસના વિસ્તાર અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં ભયજનક સ્તરે વધેલા વાયુ પ્રદુષણની સ્થિતિની સમિક્ષા કરી.

principal secretary to pm modi held high level meeting

By

Published : Nov 4, 2019, 4:50 AM IST


પી કે મિશ્રાએ ભયજનક સ્તરે વધેલા વાયુ પ્રદુષણની સ્થિતિની સમિક્ષા કરવા ઉચ્ચ સ્તરની બેઠક યોજી હતી. પ્રદુષણથી સૌથી વધુ પ્રભાવિત ત્રણ રાજ્ય પંજાબ, હરીયાણા અને દિલ્હીના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થયેલી આ બેઠકમાં વડાપ્રધાનના મુખ્ય સલાહકાર, કેબીનેટ સચિવ અને કૃષિ, પર્યાવરણ, વન અને જળ-વાયુ મંત્રાલય, કેબીનેટ સચિવાલય, CPCB(સેન્ટ્રલ પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ) અધ્યક્ષ, IMD(ઈંડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ)ના મહાનિર્દેશક, પંજાબ, હરીયાણા અને દિલ્હીના કેબીનેટ સચિવો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા.

બેઠકમાં નિર્ણય લેવાયો કે, કેબીનેટ સચિવ રાજીવ ગૌબા આ રાજ્યોના પ્રદુષણની દૈનિક સ્થીતિ પર નજર રાખશે અને જરૂરી સુચનો આપશે. ત્રણેય રાજ્યમાં અલગ અલગ પાર્ટીની સરકાર છે. જેમને એકબીજા પર પ્રદુષણ મામલે રાજનૈતિક રીતે આરોપ પ્રત્યારોપ લગાવતા રહે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના મુખ્ય સચિવે ગત 24 ઑક્ટોબરે પરિસ્થિતીની સમિક્ષા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details