લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આજે રવિવારે વેબિનાર દ્વારા પત્રકારોને સંબોધન કર્યું હતું. યોગીએ મોદી સરકારના બીજા કાર્યકાળના એક વર્ષ પૂરા થયાની સિદ્ધિઓ ગણાવી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે, મોદી સરકારે મહિલાઓ, ગરીબ ખેડૂતો અને વંચિત લોકો માટે કામ કર્યું છે, જ્યારે 'સબકા સાથ સબકા વિકાસ'ના વિઝનને આગળ વધાર્યું છે. અમે કોરોના સંકટને ટાળવા માટે સમર્થ છીએ.
જનતાને રાહત આપવા પર સરકારનું ફોકસ, PM મોદીએ સારૂ કામ કર્યુંઃ CM યોગી - કન્ટેન્ટઝોન
ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ આજે વેબિનાર દ્વારા પત્રકારોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, કોરોના કટોકટીમાંથી જલદીથી બહાર નિકળીશું. સરકાર લોકો પાસેથી અનલોક-1માં કોઈ નવો ટેક્સ લેશે નહીં. યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં કરાયેલા કામની પ્રશંસા કરી હતી.
CM યોગી
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, વડાપ્રધાનના ગરીબ કલ્યાણ પેકેજનો સૌથી વધુ લાભ ઉત્તર પ્રદેશને મળી રહ્યો છે. કારણ કે જે લોકો જેવું કામ કરી રહ્યાં છે, તેમને ઘણો ફાયદો મળી રહ્યો છે. કન્ટેન્ટઝોનને નિયંત્રિત કરીને અનલોક-1માં અન્ય વસ્તુઓમાંથી છૂટ આપવામાં આવશે.
યોગીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકારની આવક એપ્રિલની સરખામણીએ મે મહિનામાં સારી એવી થઈ છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ સરકાર કોઈ પણ પ્રકારનો વધારાનો ટેક્સ લાદશે નહીં. સરકારનું ધ્યાન લોકોને રાહત આપવા પર છે.