ગુજરાત

gujarat

પૂર્વ વડાપ્રધાનના નામથી દેશમાં મ્યુઝિયમ બનાવવા માગે છે વડાપ્રધાન મોદી

By

Published : Jul 25, 2019, 10:33 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે જોઈએ તો તેઓ પૂર્વે થઈ ગયેલા વડાપ્રધાનના નામથી સંગ્રહાલયનું નિર્માણ કરાવશે. પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર પર લખાયેલુ પુસ્તક, "ધ બેસ્ટ આઇકન ઓફ ધ આઇડિયોલિઝિકલ પોલિટિક્સ"ના વિમોચન સમયે તેમણે આ વાતની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમ રાજનૈતિક પક્ષપાતથી કોઈ પણ સંબંધ નહી રાખે.

Prime Minister

રાજયસભના ઉપસભાપતિ હરિવંશે લખેલી પુસ્તકનું વિમોચન કરતા સમયે તેમણે જણાવ્યું કે, ચંદ્રશેખરજીએ ગામ, ગરીબ અને ખેડૂતોના જીવન સ્તરને ઉંચુ લાવવા માટે પદયાત્રાઓ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, બધાજ પૂર્વ વડાપ્રધાન માટે તેઓ અત્યાધુનિક મ્યૂઝિયમનું નિર્માણ કરાવશે, જેમાં તેમના જીવન કાળ સાથે સંકળાયેલી તમામ ચીજ વસ્તુઓ એકઠી કરવામાં આવશે.આ મ્યુઝિયમ રાજનૈતિક પક્ષપાતથી દુર હશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ચંદ્રશેખર નવી પેઢીને પ્રેરણા આપી શકે છે. તેમને યુવા તર્ક તરીકે ઓળખવામાં આવતા હતા. તેમની વિદાય બાદ પણ પણ તેઓ બાર વર્ષથી અમારા વચ્ચે જ છે.

ABOUT THE AUTHOR

...view details