ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ અમિત શાહને 56માં જન્મદિવસની પાઠવી શુભકામના - latestgujaratinews

કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહનો આજે જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ અમિત શાહને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

PM Modi wishes Amit Shah
PM Modi wishes Amit Shah

By

Published : Oct 22, 2020, 10:30 AM IST

નવી દિલ્હી : દેશના ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષનો આજે જન્મદિવસ છે. દેશના દિગ્ગજ નેતા અને પાર્ટીના મોટા નેતાઓએ અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથથી લઈ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને પીયૂષ ગોયલ સહિતના નેતાઓએ અમિત શાહને ટ્વિટ કરી જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

PM મોદીએ અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવી

ગૃહપ્રધાનને જન્મદિવસની શુભકામના પાઠવતા નરેન્દ્ર મોદીએ લખ્યું કે, અમિત શાહ જીને જન્મદિવસની શુભકામના. આપણો દેશ એ સમર્પણ અને ઉત્કૃષ્ટતાનો સાક્ષી છે. જેનાથી તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. ઈશ્વર તમને લાંબા સમય સુધી દેશની સેવા કરવા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ આપે.

રાષ્ટ્રની આંતરીક સુરક્ષાને અભેદ્દ બનાવનારા ગૃહ પ્રધાન આદરણીય અમિત શાહ

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું કે, જનપ્રિય રાજનેતા, અદ્ભૂત સંગઠનકર્તા, કુશળ રણનીતિકાર, રાષ્ટ્રની આંતરીક સુરક્ષાને અભેદ્દ બનાવનારા ગૃહ પ્રધાન આદરણીય અમિત શાહને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ. હું આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુદીર્ધ જીવન માટે પ્રાર્થના કરું છું.

CAA તથા આર્ટિકલ 370 હટાવવા જેવા દેશહિતના નિર્ણય

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે અમિત શાહને દીઘાર્યુ થવાની કામના કરી. તેઓએ ટ્વીટ કર્યું કે, અથાગ પરિશ્રમથી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહેલા ગૃહ પ્રધાન અમિત શાહજીને જન્મ દિવસની શુભકામનાઓ. CAA તથા આર્ટિકલ 370 હટાવવા જેવા દેશહિતના નિર્ણયથી વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવાની સાથે જ ભાજપ સંગઠન અને રાજ્યોમાં ભાજપ સરકારના વિસ્તારમાં આપનું અમુલ્ય યોગદાન રહ્યું છે.

નીતિન ગડકરીએ જન્મદિવસની પાઠવી શુભકામના

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જન્મદિવસની શુભકામના પાઠવતા કહ્યું કે, દેશના ગૃહપ્રધાન અને કેબિનેટમાં મારા મિત્ર અમિત શાહને જન્મદિવસની શુભકામના પાઠવું છુ. તમે સ્વસ્થ અને દીર્ધાયું રહો તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છુ.

અમિત શાહને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે. અમિત શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો. 2014 અને 2019ની લોકસભા ચૂંટણી સિવાય કેટલાક રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતનો શ્રેય અમિત શાહને જાય છે.

ABOUT THE AUTHOR

...view details