2014માં પણ આપી ચૂક્યા છે ભાષણ
UNGAમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ બીજુ ભાષણ હશે. આની પહેલા વર્ષ 2014માં તેઓએ ભાષણ આપ્યું હતુ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારત હંમેશા અલગ અલગ વિષયો પર પોતાનો પક્ષ રાખતું આવ્યું છે. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સપ્ટેમ્બર 2016માં સંયુકત રાષ્ટ્ર મહાસતાના 71માં સત્ર દરમિયાન પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ચેતવણી આપી હતી. તેમના આ ભાષણ ચર્ચામાં રહ્યું હતુ. વિપક્ષના નેતાઓએ પણ તેમની પ્રશંસા કરી હતી.
PM મોદી 21 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. તે સૌપ્રથમ હ્યૂસ્ટન પહોંચ્યા હતા અને હાઉડી મોદીના કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમમાં PM મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકસાથે એક મંચ પર જોવા મળ્યા હતા. હ્યૂસ્ટન બાદ મોદી ન્યૂયોર્ક પહોંચ્યા અને ત્યા તેઓ બેઠક કરી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન મોદી 2 વખત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.