ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી નેવીના હેલિકોપ્ટર દ્વારા મંદિર પહોંચ્યા હતા. અહીં શ્રીકૃષ્ણ મંદિરમાં પુજા કર્યા બાદ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ કેરળના પ્રવાસે છે. તેઓ પોતાના મત વિસ્તાર વાયનાડના ત્રણ દિવસીય પ્રવાસે છે. જ્યાં રાહુલ ગાંધી પોતાના મતદાતાઓનો આભાર વ્યક્ત કરશે. તે બાદ મોદી દિલ્હી જવા રવાના થશે જ્યાંથી વડાપ્રધાન માલદીવ અને શ્રીલંકા જવા રવાના થશે.
વડાપ્રધાન મોદી કેરળના પ્રવાસે, શ્રીકૃષ્ણ મંદિરમાં કરી વિશેષ પુજા - Kerala
ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્રમોદી વડાપ્રધાનનું પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત દક્ષિણના પ્રવાસે છે ત્યારે મોદી કેરળની મુલાકાતે છે. વડાપ્રધાન મોદી ગુરૂવાયુરના શ્રીકૃષ્ણ મંદિરમાં વિશેષ પુજા-અર્ચના કરી હતી. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી દક્ષિણના સ્થાનીય પહેરવેશમાં જોવા મળ્યા હતા.
pm
મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી પોતાના વ્યસ્ત શિડ્યુલ અને કામથી લોકોના પ્રિય બન્યા છે.