માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોહિલના આંમત્રણ પર મોદી માલદીવ જશે. ફરી વખત સત્તામાં આવ્યા બાદ આ PM મોદીની પ્રથમ વિદેશ યાત્રા હશે.
માલદીવના વિદેેશપ્રધાન અબદુલ્લા શાહિદે આ જાણકારી આપી કે, હાલમાં જ માલદીવના સંસદમાં સર્વસમ્મતિથી એક પ્રસ્તાવ પસાર કર્યો, જ્યાર બાદ આ સંબાવના જતાવવામાં આવી રહી છે કે, PM મોદી માલદીવની સંસદને સંબોધન કરશે. માલદીવે આ પગલાને કૂટનીતિક રૂપે પર અહન બતાવવામાં આવી રહ્યું છે. PM દ્વારા માલદીવની સંસદને સંબોધન કરવાનો પ્રસ્તાવ 80 મતોની સાથે પસાર કરવામાં આવ્યો, જેમાં કોઈ પણ ધારાસભ્ય તેના વિરુદ્ધ ન હતા.
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને કાર્યકાલ દરમિયાન ભારત-માલદીવના સંબંઘ ખરાબ સમયમાંથી પસાર થયો હતો. ચીન કે યામીનના સમર્થન હોવાને કારણે પણ બન્ને દેશોની વચ્ચે વિવાદનુ કારણ બન્યું હતું. ગત વર્ષે રાષ્ટ્રપતિ સોલિહના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત અને માલદીવના સંબંધ ફરી વખત સારા બન્યા છે.
વડાપ્રધાન મોદીએ માલદીવ યાત્રા પછી શ્રીલકાંની યાત્રા પર જવાની સંભાવના છે. પરંતુ PM મોદીએ શપથ લીધા બાદ બીજા દિવસે શ્રીલકાંના રાષ્ટ્રપતિ મિથિપાલલા સિરિસેના અને PM મોદીની બેઠક થઈ હતી. જેમાં સિરિસેનાએ PMના માલદીવ પ્રવાસ બાદ તેમના સીલોનના પ્રવાસની પુષ્ટિ કરી હતી.