નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મધ્ય પ્રદેશના રીવામાં સ્થાપિત 750 મેગાવોટની સૌર પરિયોજનાનું ઉદ્ધાટન કર્યુ છે. જેમાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સહિત કેટલાક નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પરિયોજના હેઠળ 250-250 મેગાવોટ ક્ષમતાના ત્રણ એકમો લાગેલા છે.
750 મેગાવોટનો રેવા સોલાર પ્રોજેક્ટ રાષ્ટ્રને અર્પણ કર્યો આ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે રીવાએ હકીકતમાં ઇતિહાસ રચ્યો છે. રીવાની ઓળખાણ નર્મદાનું નામ અને સફેદ વાધથી થઇ રહી છે. હવે તેમાં એશિયામાં સૌથી મોટા સોલાર પાવર પ્રોજેક્ટનું નામ પણ જોડાયું છે. આ સોલાર પ્લાન્ટથી મધ્ય પ્રદેશના લોકો, ઉદ્યોગોને વિજળી મળશે જ, દિલ્હીની મેટ્રો રેલ સુધીનો પણ તેને લાભ મળશે.
એક નિવેદન અનુસાર આ પરિયોજનાથી ઉત્પન્ન થયેલી વિજળીનો રેટ 15 વર્ષ સુધી 0.05 રૂપિયા પ્રતિ યુનિયની વૃદ્ધિ સાથે પ્રથમ વર્ષ 2.97 રૂપિયા પ્રતિ યૂનિટ હશે. આ આધારે 25 વર્ષના સમયગાળા સાથે 3.30 રૂપિયા પ્રતિ યૂનિટના રેટથી વિજળી મળશે.
પરિયોજના વર્ષમાં લગભગ 15 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડની સમતલમાં જ કાર્બન ઉત્સર્જનનું કામ કરશે. પરિયોજના હેઠળ વિજળીમાં 24 ટકા વિજળી દિલ્હી મેટ્રોને જ્યારે વધેલી 76 ટકા રાજ્યની કંપનીઓને પુરી પાડવામાં આવશે. +
રીવા પરિયોજના 1 લાખ મેગાવોટની સૌર ઉર્જાની ક્ષમતા સાથે 2022 સુધીમાં 1 લાખ 75 હજાર મેગાવોટની સ્થાપેલી અક્ષય ઉર્જા ક્ષમતાના લક્ષ્યને મેળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.