ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદી દક્ષિણના પ્રવાસે, શ્રી કૃષ્ણ મંદિર અને વૈંકેટેશ્વર મંદિરમાં કરશે પૂજા અર્ચના - pooja

તિરુપતિઃ વડાપ્રધાન મોદી આ સપ્તાહના અંતમાં કેરળના ગુરૂવાયુર ખાતે શ્રી કૃષ્ણ મંદિર અને આંધ્ર પ્રદેશના તુિુરુમાલા ખાતે વેંકેટેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરશે.

ફાઇલ ફોટો

By

Published : Jun 7, 2019, 9:30 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજીવાર સત્તાનું સુકાન સંભાળ્યા બાદ પહેલીવાર આ બંને દક્ષિણના રાજ્યોની મુલાકાતે જઈ રહ્યાં છે. મોદી શનિવારે ગુરૂવાયુરના શ્રી કૃષ્ણ મંદિરમાં અને રવિવારે તિરુમલાના વેકેંટેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરશે.

કોચ્ચિના એક અધિકારીએ જણાવ્યું કે વડાપ્રધાન શુક્રવારે રાતે 11ઃ35 કલાકે પહોંચે અને રાત્રિ રોકાણ કરશે.

તેઓ શનિવારની સવારે શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તિરુમલાના પ્રસિદ્ઘ ભગવાન વેંકેટેશ્વર મંદિરમાં 9 જૂને પૂજા કરશે. મંદિરના એક અધિકારીએ આ જાણકારી આપી.

અધિકારીએ જણાવ્યું કે આ સપ્તાનના અંતમાં માલદીવ અને શ્રીલંકાનો પ્રવાસ કર્યા બાદ વડાપ્રધાન મોદી રવિવાર સાંજે કોલંબોથી તિરુપતિ નદીક રેનીગુંટા વિમાનમથકે પહોંચશે, વડાપ્રધાન પૂજા-અર્ચના કર્યા બાદ દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાન મોદીની આ યાત્રા માટે એરપોર્ટથી મંદિર સુધી સઘન સુરક્ષા ગોઠવાઈ છે.

આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન વાઈએસ જગનમોહન રેડ્ડી અને રાજ્યપાલ ઈએલએવ નરસિમ્હન વડાપ્રધાન સાથે મંદિર પહોંશી શકે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details