વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે થાઈલેન્ડના પ્રવાસ પર જશે. જયાં તેઓ ત્રણ દિવસ રોકાણ કરશે. આ દરમિયાન તેઓ આસિયાન-ઈન્ડિયા, ઈસ્ટ એશિયા અને રિઝનલ કોમ્પ્રિહૈંસિવ ઈકોનોમિક પાર્ટનર(RCEP) સમિટમાં હાજર રહેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર થાઈલેન્ડ પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન ત્યાં રહેતા ભારતીય સમુદાયને સંબોધિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડ પહોંચ્યા, 3 સમિટમાં લેશે ભાગ - નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિદિવસીય થાઈલેન્ડના પ્રવાસે છે. બેન્કોક વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન આસિયાન-ઈન્ડિયા, ઈસ્ટ એશિયા અને રિજનલ કોમ્પ્રિહૈંસિવ ઈકોનોમિક પાર્ટનર(RCEP) સમિટમાં ભાગ લેશે.
fdfd
રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન-ઈન્ડિયા, ઈસ્ટ એશિયા અને રિઝનલ કોમ્પ્રિહૈંસિવ ઈકોનોમિક પાર્ટનર(RCEP) સમિટમાં ભાગ લેશે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગુરૂ નાનક દેવની 550મા પ્રકાશોત્સવના અવસર પર એક સ્મારક સિક્કો પણ જાહેર કરશે.
Last Updated : Nov 2, 2019, 2:56 PM IST