- વિંધ્ય ક્ષેત્રમાં 5500 કરોડથી વધુ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે પીએમ મોદી
- મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સોનભદ્ર પહોંચ્યા
- PM મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા
સોનભદ્રઃ વડા પ્રધાન મોદી આજે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર અને સોનભદ્રમાં 'હર ઘર નલ યોજના'ની શરૂઆત કરાવશે. આ કાર્યક્રમને વડા પ્રધાન મોદી 11.30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આજે સોનભદ્ર પહોંચ્યા હતા. મુખ્ય પ્રધાનના પ્રવાસને લઇ જિલ્લા પ્રશાસને તૈયારીઓ શરૂ કરી હતી. ખાસ વાત એ છે કે, વડા પ્રધાન મોદી આ કાર્યક્રમમાં વર્ચુઅલના માધ્યમથી ગ્રામીણો સાથે સંવાદ કર્યો હતો.
સોનભદ્રમાં 14 પીવાના પાણીની પરિયોજનાઓ
મુખ્ય પ્રધાન યોગી સવારે નવ કલાકે લખનઉથી મિર્ઝાપુર માટે પ્રસ્થાન કર્યું હતું. જે બાદ લગભગ સાડા દસ કલાકે હેલીપેડ ઘંઘરોલ બાંધ નજીક પહોંચ્યા અને 10.40 કલાકે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. સવારે 10.40 કલાકથી બપોરે એક કલાક સુધી વડા પ્રધાન મોદી વિંધ્ય ક્ષેત્રની પેયજળ પરિયોજનાનું વર્ચ્યુઅલી શુભારંભ કર્યો હતો.